આમંત્રણ પત્રિકા

ભવ્ય પાટોત્સવ

શ્રી નદીનાથ મહાદેવ ,ઘોડિયાર .

(તા.૧૩-૫-૨૦૧૪,મંગળવાર )

આત્મીય શ્રી,

આપ સૌ ભાવિક ભક્તજનોની શ્રધ્ધા/આસ્થાના પ્રતિક સમા શ્રી નદીનાથ મહાદેવ, ઘોડિયાર પરિસરમાં પરમકૃપાળુ પરમાત્માની કૃપાથી ૨૦૦૫માં દ્વાદશ જ્યોતિર્લિંગ,શ્રી એકલિંગજી મહાદેવ, શ્રી રણછોડરાયજી, શ્રી લક્ષ્મીનારાયણજી, શ્રી બળિયાદેવજી તથા ૨૦૦૭માં નવદુર્ગા માતાનાં નવસ્વરૂપોની સ્થાપના તથા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આપ સૌના સાથ સહકારથી ધામધૂમથી અને રંગેચંગે ઉજવાયેલો તેનાથી આપ સુવિદિત છો જ.

પ્રતિ વર્ષે આ બધા દેવ-દેવીઓની પ્રતિષ્ઠાનો પાટોત્સવ પણ સ્થાપનાની તારીખે એટલેકે તા.૧૩ મી મેના રોજ ઉજવાય છે.

ચાલુ વર્ષે પણ ભવ્ય પાટોત્સવનું આયોજન તા.૧૩-૫-૨૦૧૪ ને મંગળવારના રોજ હાથ ધરવામાં આવ્યું છે, તે દિવસે હોમાત્મક લઘુરૂદ્ર તથા નવચંડી યજ્ઞ સાથે દિવસભર મનને શાંતિ અર્પે તે રીતે પૂજા-પાઠ-યજ્ઞ યોજાશે.

આ અનોખા આધ્યાત્મિક ધાર્મિક અવસરનો લાભ લેવા, સહભાગી થવા આપને હ્ર્દયપૂર્વકનું નિમંત્રણ પાઠવીએ છીએ.

આપ લઘુરૂદ્રના હોમાત્મક યજ્ઞમાં તથા નવચંડી યજ્ઞમાં યજમાન તરીકે લાભ લેવા માગતા હો તો નીચેના સ્થળે અને સમયે ઉપસ્થિત રહેવા વિનંતી. શક્ય હોય તો અગાઉથી જાણ કરી આભારી કરશો.

પૂજા-યજ્ઞમાં નિ:શુલ્ક બેસી શકાશે. જ્ઞાતિબાધ નથી.

સ્થળ: શ્રી નદીનાથ મહાદેવ,ઘોડિયાર

સમય: સવારે ૮:૦૦ થી સાંજે ૫:૦૦

યજ્ઞ પૂજન પૂરાં થયા પછી આપણે સૌ સાથે પ્રસાદી લઈશું. સ્નેહીજનોને પણ પધારવા વિનંતી.

Ø  ક્ષમાયાચના :- શક્ય હોય તો પીતાંબર અથવા ધોતિયું પહેરી પૂજામાં બેસવું .

લિ.

પ્રબોધકાન્ત ડી.પંડ્યા

(નદીનાથ મહાતીર્થ ફાઉન્ડેશન)

ફોન નં:૯૮૨૫૦૬૦૧૦૨

 

 

શ્રી નદીનાથ નમઃ

                                                                        તા.૧૩/૫/૨૦૧૪

પાટોત્સવ માટે યજમાનશ્રીએ પૂજા માટે લાવવાની વસ્તુઓની યાદી

  યજમાનોને પહેરવાના હાર -૨

Ø  પંચામૃત (૧ વાટકી જેટલું)

Ø  યજમાનદીઠ ૧ કિલો દૂધ(અભિષેક માટે)

Ø  થાળી - ૧

Ø  તપેલી - ૧

Ø  ચમચી

Ø  તાંબાનો પ્યાલો - ૧

Ø  તરભાણું

Ø  વાટકી - ૧

Ø  બેસવાનાં આસન - ૨